02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / બાયડ શહેરમાં ગણપતિ વિસર્જનમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અદભુત માહોલ

બાયડ શહેરમાં ગણપતિ વિસર્જનમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અદભુત માહોલ   06/09/2019

અરવલ્લી : ગણેશ ચતુર્થીના દિવસથી સમગ્ર ગુજરાતમાં વિઘ્‌નહર્તા દેવ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે બાયડ શહેરમાં પણ ઠેર ઠેર વાજતે-ગાજતે શ્રીજીની પધરામણી કરી હતી ત્રણ દિવસ સુધી આરાધના કર્યા પછી બુધવારે “અગલે બરસ જલ્દી આના બાપ્પા મોરિયાના” નાદ સાથે ભવ્યાતિ ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી વિસર્જન યાત્રામાં પુલવામાંમાં શહીદ જવાનોના બેનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વિસર્જનયાત્રામાં અમદાવાદના અખાડાબાજોએ કરતબ બતાવ્યા હતા મુસ્લિમ બિરાદરોએ ગણપતિ દાદાને ફુલહાર કરી વિસર્જનયાત્રા માં જોડાયેલા ભક્તો માટે શરબત અને ઠંડાપાણી નું વિતરણ કર્યું હતું પૂર્વ ધારાસભ્ય સહીત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાઈ ગણપતિ દાદાને વિદાઈ આપી હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત અને તેમની ટીમે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

Tags :