એશિયન યોગા ચેમ્પયનશીપમાં યોગ ક્વીન પૂજા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો

મહેસાણા : મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. તાજેતરમાં હરિયાણામાં જીત મેળવી હતી અને હવે દેશનું શુકાન સંભાળીને બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા ચેમ્પયનશીપમાં મહેસાણાની પૂજા ફરીવાર વિજય બની અને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી છે.મહેસાણાના બહુચરાજી તાલુકાના અંતરિયાળ નાના ખોબા જેટવા અંબાલા ગામના મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલી પૂજાએ યોગગુરુ તરીકે નહીં પરંતુ યોગાક્વીન તરીકે આજે ભારતમાં બહાર આવી છે. તેના યોગ ગુરુ બીજું કોઇ નહીં તેના પિતા ઘનશ્યામભાઇ પટેલ છે અને તેઓ ખેડૂત પણ છે. ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ જ પોતાની દીકરી પૂજાને તૈયારી કરી છે અને ઘનશ્યામભાઇએ પણ યોગની કોઇ તાલીમ લીધી નથી. પરંતુ તેમના યોગના કાર્ય થકી દીકરી ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.