રાધનપુરમાં જુગારધામ ઉપર એલસીબી પોલીસનો દરોડો : ૧૫ શકુની ઝડપાયા

રખેવાળન્યુઝરાધનપુર : સરહદી રેન્જ ભુજના આઇ. જી.પી. સુભાષ ત્રિવેદી તથા  પાટણના એસ.પી. અક્ષયરાજ દ્વારા પાટણ જીલ્લામાંથી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે પો. ઇન્સ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.કે. ડોડીયા,એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી, એ.એસ. આઇ.  ભરતસિંહ પ્રભાતસિંહ, અ હેડ. કો. રણવિરસિંહ ચમનસિંહ, અ.હેડ.કો. પ્રકશકુમાર વિરમભાઇ, અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી, આ.પો.કો. મહેન્દ્રસિંહ ખાનસિંહ સહીત  રાધનપુર પોલીસસ્ટેશન વિસ્તારમાં પટ્રોલીંગમાં હતા,એ સમય દરમ્યાન એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા અ. પો. કો. મહેન્દ્રસિંહ શંભુજીને બાતમી મળેલ કે રાધનપુર આંબેડકરવાસ તા.રાધનપુર  ખાતે રહેતાં શંકરભાઇ લાખાભાઇ મકવાણા આંબેડકરવાસ ખાતે શાહ જમાલપીરની દરગાહની પાછળ આવેલ વરંડા બંધ મકાનની બાજુંમાં આવેલ છાપરામાં ગેરકાયદેસર રીતે તીનપત્તીનો જુગાર પૈસાથી તથા ગંજીપાનાથી બહારથી માણસો બોલાવી  રમાડે છે. અને તે જુગારના દાવની નાળ કાઢે છે. જે હકીકત આધારે સદર જગ્યાએ જુગાર અંગે રેઇડ કરતાં શંકરભાઇ લાખાભાઇ મકવાણા રહે.આંબેડકરવાસ,રાધનપુર  જી. પાટણવાળાઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ છાપરામાં  પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી અન્ય ૧૫ (પંદર) ઇસમો સાથે ગંજીપાના તથા પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૬૫,૬૨૦/- તથા મોબાઇલ નગ-૧૩ કુલ કિં.રૂ.૨૮૦૦૦ તથા મોટરસાયકલ નંગ-૩ કિં.રૂ. ૫૨૦૦૦/- તથા જુગારનું સાહિત્ય મળી કુલ કિં.રૂ. ૧,૪૫,૬૨૦/-  તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ સદરી તમામ ઇસમો વિરૂધ્ધ રાધનપુર  પો.સ્ટે. માં જુગાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.