02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ખેરાલુમાં સામાન્ય વાતમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા, ગળું કાપ્યુ

ખેરાલુમાં સામાન્ય વાતમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા, ગળું કાપ્યુ   18/01/2020

     ખેરાલુ તાલુકાના ગામે સામાન્ય વાતમાં ગુસ્સે થઇ ભત્રીજાએ પોતાના જ કાકાની હત્યા કરી હોવાની ઘટના બની છે. નાના બાળકો રહેણાંક નજીક ખુલ્લામાં શૌચક્રિયા કરતાં પરિવારમાં જ ઉગ્ર બોલચાલી થઇ હતી. જેમાં ભત્રીજા શૈલેષે પોતાના કાકા સાથે ઝગડો કરતાં બંને વચ્ચે મોટી રકઝક થઇ હતી. આ પછી શૈલેષજીએ ધારિયું લઇ પોતાના કાકા ભરતજી ઉપર ગળાના ભાગે માર્યું હતું. જેમાં ભરતજી અત્યંત લોહીલુહાણ થયા બાદ નાજુક સ્થિતિ વચ્ચે હોસ્પિટલ લઇ ગયા પરંતુ મરણ જાહેર થયા હતા.
 
     મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામે હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પરિવારના મકાનો નજીક ઘરનાં જ નાના બાળકો શૌચક્રિયા કરતાં હોઇ આંતરિક ઝગડો થયો હતો. જેમાં પરિવારમાં ભત્રીજો શૈલેષજી પ્રહલાદજી ઠાકોર બાળકોની શૌચક્રિયાથી બદબૂ થતી હોવા બાબતે ઠપકો આપવા ગયો હતો. આ દરમિયાન શૈલેષજીને તેના કાકા ભરતજી ચતુરજી ઠાકોર સાથે બોલાચાલી થઇ હતી. જેમાં શૈલેષજી પોતાના કાકાની ધારિયા વડે હત્યા નિપજાવી ફરાર થઇ ગયો હતો.
 
   સુત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય વાતમાં પરિવાર વચ્ચે મામલો અત્યંત બિચક્યો હતો. જેમાં આરોપી શૈલેષે પોતાના મગજ ઉપર કાબુ ગુમાવી ખુબજ ગુસ્સે થઇ પોતાના કાકાની જ નિર્મમ્ હત્યા નિપજાવી હતી. મૃતક માત્ર ૩૦ વર્ષના હોઇ પરિવારને આભ ફાટી પડ્યું છે. ઘટનાને પગલે ખેરાલું પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :