ગુજરાતમાં ૨ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જામનગર : રાજ્યમાં ‘મહા’વાવાઝોડા બાદ ફરીથી પશ્ચિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડાના કારણે દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જાવા મળી શકે છે. હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સક્્ર્યુલેશનથી ૧૩-૧૪ નવેમ્બરે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ફરીથી વરસાદ પડવાની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટÙ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. નવાવર્ષમાં ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતી પાકમાં અસહ્ય નુકસાન સહન કરવું પડયું છે તેની કળ હજુ વરી નથી ત્યાં ફરીથી વરસાદ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ ૧૩મી નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ૧૪મી નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. છાશવારે હવામાન પલટાતાં ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડી રÌšં છે. કપાસ અને મગફળી જેવા ખરીફ પાકમાં ખેડૂતો પાયમાલ થઈ ચૂક્્યા છે ત્યારે હવે ફરીથી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
રાજ્યમાં હજુ પણ ઠંડીનું આગમન થયું નથી. બેવડી ઋતુના કારણે સિઝનલ બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ હવામાન ખાતાની આગાહી અનુસાર, ૧૫મી નવેમ્બરથી વિધિવત શિયાળાની શરૃઆત થઈ જશે અને ધીમે-ધીમે ઠંડીનું આગમન થઈ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.