02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ડીસાના માલગઢ પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ

ડીસાના માલગઢ પાટિયા નજીક અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ   14/07/2019

ડીસાના માલગઢ પાટિયા નજીક આજે સવારે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇકચાલક રાજુજી નારણજીનું ઘટના સ્થળે મોત થયું હતું અને કમલેશ ભાટી નામનો યુવક ઘાયલ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
 
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે માલગઢ ખાતે રહેતા રાજુજી નારણજી માળી અને દાંતીવાડા ખાતે રહેતા કમલેશભાઈ ભાટી સવારે માલગઢથી ડીસા ખાતે આવી રહ્યા હતા ત્યારે માલગઢ પાટિયા નજીક બાઈક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર બેઠેલ રાજુજી નારણજી માળી ઉંમર વર્ષ 22નું ટ્રેલરની ટક્કરથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કમલેશ ભાટીને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.