જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જવાનો જોડાયા
હોમગાર્ડઝ તાલુકા યુનિટ ડીસા ખાતે શુક્રવારે સાંજે બનાસકાંઠા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં ડીસા શહેરના રાજમાર્ગો ઉપર હોમગાર્ડઝના જવાનો દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી.તા. 6 ડીસેમ્બર ને ગુજરાત હોમગાર્ડઝ દ્વારા સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની સુચના મુજબ જિલ્લાના તમામ યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન, રૂટમાર્ચ, વૃક્ષારોપણ, મહાનુભાવોની પ્રતિમાઓની સાફસફાઈ, બાલવાટીકા, બાલમંદિર તેમજ પ્રાથમિક શાળાના બાળકોને ચોકલેટ, સેવ બુદી અને ફ્રુટનું વિતરણ કરી છઠ્ઠી ડીસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે સાંજે હોમગાર્ડઝ તાલુકા યુનિટ કચેરીથી જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા મશાલ રેલીને પ્રસ્થાન કરાવી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ પ્રસંગે ડીસા ઓફીસર કમાન્ડીગ એસ.કે.પંડ્યા સહિત એનસીઓઝ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

