અંબાજીમાં પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે

અંબાજીમાં પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે

ચંદ્ર ગ્રહણને લઇ મંદિર પણ બંધ રહેશે

શક્તિ પીઠ અંબાજી ખાતે આગામી ફાગણ સુદ પૂનમને હોળી અને ધુળેટીના તહેવારોને લઇ  દર્શન- આરતીના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તા. 02/03/2026 ને સોમવાર (ફાગણ સુદ 14) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7.30 થી 8.00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8.00 થી 11.30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12.00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7.30 થી 8.00 કલાકે થશે. જ્યારે

તા. 03/03/2026 ને મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્ર ગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6.00 થી 6.30 કલાકે આરતી અને 6.30 થી 7.30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7.30 થી 8.00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી સવારે 9.45 થી બપોરે 2.00 કલાક સુધી દર્શન કરી શકાશે. ગ્રહણ બાદ સાંજની આરતી રાત્રે આશરે 9.30 કલાકે  કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમય બાદ તા. 4/03/2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી  રાબેતા મુજબના સમયે કરવામાં આવશે.પુનમે ચંદ્ર ગ્રહણ હોવાથી અંબાજી મંદિર સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન માટે બંધ રહેશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *