ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરતા નથી. આજે પત્રકાર પરિષદમાં સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે સૌથી મોટો પડકાર વિશ્વસનિયતાનું સંકટ છે. સામાન્ય લોકોમાં એવી લાગણી છે કે કેજરીવાલ જે કહે છે તે પૂરા કરતા નથી. શાઝિયા ઈલ્મીએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ કાચંડીની જેમ રંગ બદલે છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે દેશે 2024માં એક વિચિત્ર બંધારણીય ઉદાહરણ પણ જોયું. જ્યારે એક મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવે છે. કેજરીવાલ પહેલા પણ ઘણા સીએમ જેલમાં ગયા હતા પરંતુ ઓછામાં ઓછા લાલુ પ્રસાદ યાદવે એટલી ગરિમા જાળવી હતી કે તેમણે પદ છોડી દીધું હતું. 2024માં એવું આશ્ચર્યજનક અને વિચિત્ર ઉદાહરણ જોવા મળ્યું કે જેલમાં ગયા પછી પણ કેજરીવાલે સીએમ પદ છોડ્યું ન હતું.