નૈનિતાલમાં ઐતિહાસિક ઓલ્ડ લંડન હાઉસ બળીને ખાખ થયુ

નૈનિતાલમાં ઐતિહાસિક ઓલ્ડ લંડન હાઉસ બળીને ખાખ થયુ

ઉત્તરાખંડના નૈનીતાલમાં એક હેરિટેજ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલા પ્રખ્યાત ઇતિહાસકાર અને પર્યાવરણવિદ ડૉ. અજય રાવતની બહેન હતી. બુધવારે રાત્રે મલ્લીતાલ વિસ્તારમાં આવેલી ઓલ્ડ લંડન હાઉસ નામની ઇમારતમાં આગ લાગી હતી. ઘણી મહેનત બાદ ફાયર બ્રિગેડ સહિત ઘણી એજન્સીઓની ટીમો રાત્રે 2 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવવામાં સફળ રહી હતી. ઇમારતમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા માટે ત્રણ વિભાગોના 40 થી વધુ કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા હતા.

ડૉ. રાવતે જણાવ્યું હતું કે તેમની બહેન શાંતા બિષ્ટનું આગમાં દાઝી જવાથી મૃત્યુ થયું હતું. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી. શાંતાનો દીકરો નિખિલ સુરક્ષિત છે. બિલ્ડિંગની નજીક મોબાઇલ ફોનની દુકાન ચલાવતા વિનોદ કુમાર વર્માના જણાવ્યા અનુસાર, તેમણે રાત્રે ૧૦ વાગ્યે ધુમાડો નીકળતો જોયો, ત્યારબાદ આગની જ્વાળાઓ દેખાઈ.

તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેની ટાંકીમાં પાણી ટૂંક સમયમાં ખતમ થઈ ગયું હતું, જેના કારણે તેને ફરીથી ભરવા માટે પાછું મોકલવામાં આવ્યું હતું. ઘટના બાદ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, લોકો ઇમારતની બહાર દોડી રહ્યા હતા. રાત્રે લગભગ 1 વાગ્યે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *