રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસરના કતલખાનાઓ સામે તાત્કાલિક પગલાં ભરવા શનિવારે વધુ એક વખત હિન્દુ સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કરી કતલખાના બાબતે સમગ્ર હિંદુ સમાજના સંગઠનોએ મંગળવારથી ભૂખ હડતાળ અને રામધૂન સાથે ધરણા શરૂ કરવા પ્રાંત અને પાલિકામાં લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના રાધનપુર શહેરમાં ફરીથી શરૂ થયેલા ગેરકાયદેસર કતલખાનાં સામે પગલાં લેવા “અખિલ ભારત હિન્દુ મહાસભા” સમગ્ર હિંદુ સમાજના સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર કતલખાના મામલે અગાઉ પણ અનેક રજુઆત બાદ તંત્ર મૌન રહેતા સમગ્ર હિંદુ સમાજના સંગઠનો દ્વારા મંગળવારથી ભૂખ હડતાળ અને રામધૂન સાથે ધરણા શરૂ કરવા રાધનપુર પ્રાંત અને પાલિકામાં શનિવારે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાધનપુર શહેરમાં ચાલતા અનધિકૃત કતલખાનાં, જાહેરમાં થતી કાપકામ, ગંદકી, દુર્ગંધ, તેમજ રેસ્ટોરન્ટના લાઇસન્સ લઈ મટનના તવા બનાવી મટનની જાહેરમાં રસ્તાઓ પર હોટલો નો ઉપયોગ કરતા ઈસમો અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે સતત લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય જે બાબતે લેખિત રજૂઆતો કરી વિરોધ અને હડતાળની ચિમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.