હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા

હિંમતનગર પાલિકાએ 27થી વધુ દબાણ હટાવ્યા

હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગે જે.પી. મોલથી પૂર્ણિમા રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે આ કાર્યવાહી દરમિયાન 27થી વધુ પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ રોડ પર ઓટલા અને પગથિયાં જેવા 70થી વધુ પાકા દબાણો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા દ્વારા રોડની બંને તરફના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્ણિમાથી જે.પી. મોલ રોડ પર બંને તરફના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દબાણો દૂર થયા બાદ આ વિસ્તારમાં બ્લોક લગાવવાની કામગીરી પણ હાથ ધરાશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *