હિંમતનગર; પ્લાસ્ટિક મુક્તિ સાથે પર્યાવરણીય જાળવણી માટે અનેક પ્રયત્નો

હિંમતનગર; પ્લાસ્ટિક મુક્તિ સાથે પર્યાવરણીય જાળવણી માટે અનેક પ્રયત્નો

દર વર્ષે 3 જુલાઈએ ‘ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે’ તરીકે ઊજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ  વપરાશવાળી પ્લાસ્ટિક બેગથી થતું પ્રદૂષણ ઘટાડવું અને તેના વિકલ્પો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ એક વૈશ્વિક અભિયાન છે જે સૌ નાગરિકોણે પર્યાવરણને બચાવવાની દિશામાં સક્રિય પગલાં ભરવાની પ્રેરિત કરે છે. પ્લાસ્ટિક બેગ્સ આજે દુનિયાભરમાં સરળતાથી ઉપલબ્ધ છે, પણ તેની પાછળની ભયંકર અસર આપણા પાણી, જમીન અને હવામાં દેખાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, એક સામાન્ય પ્લાસ્ટિક બેગને નાશ થવામાં હજારો વર્ષ લાગી શકે છે. આ બેગ્સ મરીન જીવજંતુઓ માટે ઘાતક સાબિત થાય છે અને ખેતરોમાં પણ જમીનની ઉપજક્ષમતા ઘટાડે છે.

પ્લાસ્ટિક મુક્તિની દિશામાં હિંમતનગર નગરપાલિકા દ્વારા પબ્લિક હેલ્થ બાયલોઝ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત એપ્રિલ- 2024 થી જૂન -2025 સુધીમાં કુલ 506 ચલણ સામે 1,82,850/- જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.તેમજ હિંમતનગર નગરપાલિકા દ્વારા જાન્યુ-૨૫ થી જુન-૨૫ દરમિયાન ૧૩૪૪.૭ કિગ્રા પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.

હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સિંગલ યુઝ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક નાબૂદ કરવા અભિયાન સ્વરૂપે વાણિજ્ય એકમો ધરાવતા વેપારીઓમાં જાગૃતિ, સખી મંડળની બહેનો દ્વારા પેમ્પલેટ આપીને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર, તેમજ ‘માય થેલી’ ઇવેન્ટ જેવી નવીન પહેલો થકી પ્લાસ્ટિક મુક્તિ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ પ્લાસ્ટિક મુક્તિ સાથે પર્યાવરણીય જાળવણી માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારની સાથે સામાન્ય નાગરિકો પણ નાની ટેવ જેવી કે ખરીદી કરતા સમયે કાપડ કે જ્યુટની બેગ સાથે રાખીને આ અભિયાનમાં સહભાગી બને તો બધું અસરકારક કામગીરી થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *