જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરતાં જિલ્લા વાસીઓ ગરમીમાં શેકાયાં. ગરમીનો પારો ઊંચકાતા શહેરોમાં બપોરના સુમારે રસ્તા પર ટ્રાફિક ઘટયો. ઉનાળાની ઋતુનો પ્રારંભ થયા બાદ બીજીવાર ગરમીનો પારો ૪૧ ડીગ્રીને પાર કરી જતાં ગરમીથી લોકો રાહત મેળવવા છાંયડા નીચે આરામ કરમાવતા અથવા મોંઢા પર કપડુ બાંધી અને બહાર નીકળવા ની ફરજ પડી રહી છેબનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસો અગાઉ આવેલા હવામાનના પલટાના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીમાંથી પ્રજા ને રાહત મળી હતી. પરંતુ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાતા હીટવેવ આગાહી વચ્ચે જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. ગરમીથી ધ્યાન રાખવા પ્રજાજનોને હવામાન વિભાગની અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં ફરી એકવાર એકાએક ગરમીનું પ્રમાણ વધતા શહેરમાં પાણીની પરબ પર લોકો ઠંડા પાણીથી તરસ છીપાવી ગરમીમાં રાહત મેળવી હતી.ત્યારે એરકન્ડીશનર સહીતના ઉપકરણોનુ વેચાણ વધ્યુ છે.પશુપંખીઓ બપોરના મારે વૃક્ષોની છાંયામાં આશરો લઈ ગરમીમાં રાહત મેળવી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ રોડ પર અગનજવાળાઓ જોવા મળી રહી છે.તેમજ દિવસ દરમ્યાન બપોરે બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાના સમય દરમ્યાન રસ્તાઓ પર ટ્રાફીક નહીવત જોવા મળી રહ્યું છે. સામાન્ય દિવસોમાં જ્યાં ટ્રાફક જામના દ્રશ્યો જોવા મળતા હતાં ત્યાં ગરમીના પ્રકોપને કારણે નહીવત ટ્રાફીક જોવા મળ્યું હતુ.તેમજ સરકારી કામકાજ અર્થે આવેલા લોકો બગીગામાં વૃક્ષોના છાંયડા નીચે આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.તેમજ બજારમાં શાકભાજીની સહીતના લારીઓ વાળાઓ તાડપત્રીની છત્રી બનાવી ગરમીથી બચવાનો ઉપાય કરી રહ્યા છે બજારમાં ઠંડા પીણા અને જયુસ સેન્ટરો ધમધમી ઉઠ્યા છે. અને બરફની માંગ વધી છે
પવનની દિશા બદલાતા ફરી એકવાર ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થયો
હવામાન નિષ્ણાતોના મતે અરબી સમુદ્રમાં સર્જાયેલા એન્ટી સાયક્લોનિક ની મજબૂત સિસ્ટમને લઈ પવનોની દિશામાં ફેરફાર થતા ગુજરાતના કચ્છ સહિત ઉત્તર ગુજરાત ના કેટલાક ભાગોમાં ગરમ પવનોના કારણે તાપમાનમાં વધારો થતાં હીટવેવ ની આગાહી કરવામાં આવી છે તેના કારણે આગામી ત્રણ દિવસ સુધી લોકોને બિનજરૂરી તડકામાં નીકળવા માટે ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે
રાત્રી દરમિયાન પણ તાપમાન ઊંચકાતા ગરમ રાત્રીનો અનુભવ થવા લાગ્યો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન ફોકાતા પવનોના કારણે ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી પરંતુ ફરીવાર રાત્રિ દરમિયાન પણ તાપમાન નો પારો ઊંચકાતા ધીરે ધીરે ગરમ રાત્રીનો પણ અનુભવ થવા લાગ્યો છે.


