ઉત્તર ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાના એંધાણ; બનાસકાંઠા જિલ્લામાં ૧૫ મી જુન થી હળવા થી મધ્યમ વરસાદની આગાહી
આકરી ગરમી વચ્ચે પ્રજાજનો વરસાદની કાગડોળે રાહ
નૈઋત્ય નું ચોમાસુ મુંબઈની આસપાસ અટકી પડ્યું; પ્રીમોન્સૂન વરસાદના વિરામ અને નૈઋત્ય નું ચોમાસુ મુંબઈ બાદ બ્રેક લગાવી દેતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ગરમી નો પારો ઉચકાયો છે. જેમા દિવસ-રાતના તાપમાનમાં સવા ૩ ડિગ્રી સુધીનો વધારો થયો હતો. તાપમાનમાં અસમાન્ય વધારાના કારણે આકરી ગરમીનો અનુભવ થયો હતો જે તાપમાન સોમવાર સુધી જળવાઈ રહેતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે આગામી એક સપ્તાહ સુધી વરસાદના કોઈ એંધાણ ન હોઈ ગરમીનો સામાનો કરવો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 13 જૂન સુધી બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ જનરેટ થવાની શક્યતાઓ ને લઈ ફરી એકવાર નેઋત્ય ચોમાસું સક્રિય થવાની સંભાવના રહેલી છે જોકે અત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર નોંધાતા ગરમીમાં વધારો થયો છે જે વરસાદના આગમન બાદ વાતાવરણમાં ઠંડક કરી શકે છે.