ડેંગ્યુમાં વર્ષ-૨૦૨૪ના જુન અંતિત ૨૬ કેસોની સામે ચાલુ વર્ષ-૨૦૨૫માં ફક્ત ૧ ડેંગ્યુનો કેસ નોંધાયો
જિલ્લાના શહેરી વિસ્તારમાં ૧૩ વેકટર કંટ્રોલ ટીમો દ્વારા પોરાનાશક કામગીરી અને બ્રીડીંગનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ
જિલ્લામાં હાઉસ ટુ હાઉસ પોરાનાશક કામગીરીનો પ્રથમ રાઉન્ડ તા.૯ થી ૨૧ જૂન દરમ્યાન ૩૫૨૭૧૮ ધરોનુ સર્વે હાથ ધરવામાં આવ્યો
પાટણ જીલ્લામાં મોન્સુનમાં વાહક જનિત રોગ અટકાયત માટે ધનિષ્ઠ રીતે જુદી જુદી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. પાટણ જીલ્લો મેલેરીયા માટે સંવેદનશીલ છે. તેમાં વર્ષ ૨૦૨૩માં ૨૪ મેલેરીયાના કેસો નોંધાયેલ હતા. જેની સામે વર્ષ ૨૦૨૪ માં ૧૭ કેસો સાથે મેલેરીયાના કેસોમાં ૨૯% નો ઘટાડો નોંધાયેલ હતો. વર્ષ-૨૦૨૪ના જુન અંતિમ 3 કેસોની સામે ચાલુ વર્ષ-૨૦૨૫માં ફક્ત ૧ મેલેરીયાનો કેસ નોંધાયેલ છે. ડેંગ્યુમાં વર્ષ-૨૦૨૪ના જુન અંતિમ ૨૬ કેસોની સામે ચાલુ વર્ષ-૨૦૨૫માં ફક્ત ૧ ડેંગ્યુનો કેસ નોંધાયેલ છે. અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચિકુનગુનિયાનો એકપણ કેસ નોંધાયેલ નથી.
આરોગ્યની ટીમો ઘરે ઘરે ફરીને ફીવર સર્વેલન્સ, પોરાનાશક અને આઇ.ઇ.સી કામગીરી કરવામાં આવી રહેલ છે. ઘરના ખુલ્લા પાત્રોમાં ટેમીફોસ દવા તેમજ ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્ઝોરન દવાનો છંટકાવ કારવામાં આવી રહેલ છે. તેમજ મેલેરીયા વિરોધી જુન માસથી ધનિષ્ઠ પોરાનાશક કામગીરી પાટણ જીલ્લાના તમામ ગામોમાં શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત હાલ પાટણ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ પોરાનાશક કામગીરીનો પ્રથમ રાઉન્ડ તા.૯ થી ૨૧ જૂન દરમ્યાન ૩૫૨૭૧૮ ધરોનુ સર્વે હાથ ધરવામાં આવેલ જેમાં ૧૭૭૦ પાત્રોમાં પોરા જોવા મળેલ તેનુ દવા દ્વારા અથવા પાત્રો ખાલી કરાવીને નાશ કરવામાં આવેલ છે. તે કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહેલ છે. જેથી મચ્છરોની ધનતામાં ઘટાડો લાવી શકાય અને ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગોને નિયંત્રણમાં રાખી શકાય. જિલ્લાના શહેરી વિસ્તારમાં ૧૩ વેકટર કંટ્રોલ ટીમો દ્વારા પોરાનાશક કામગીરી અને બ્રીડીંગનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં પાટણ-૬, હારીજ-૧, ચાણસ્મા-૧, રાધનપુર-૨, વારાહી-૧ અને સિદ્ધપુર-૨ એમ કુલ શહેરી વિસ્તારમાં ૧૩ વેકટર કંટ્રોલ ટીમો દ્વારા પોરાનાશક કામગીરી અને બ્રીડીંગનો નાશ કરવાની કામગીરી ૦૧-જુલાઇ-૨૫ થી કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્યની ટીમો દ્વારા પક્ષીકુંજ, ટાયરો, પ્લાસ્ટીકના કપ, ભંગાર, ચાટ વગેરેમાં મચ્છરોનું બ્રીડીંગ નાશ કરવામાં આવી રહ્યા છે. તેમજ લોકજાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.
મચ્છરોનું બ્રીડિંગ ન થાય તે માટે તકેદારી રાખવા
જન સમુદાય પોતાના ઘરોના ધાબા પર ભરાયેલા પાણી, ભંગાર, ટાયરોનો નિકાલ કરે તેમજ પક્ષીકુંજ, ફુલર, ફુલદાનીમાં મચ્છરોનું બ્રીડીંગ ન થાય તેની તકેદારી રાખવા અપિલ કરવામાં આવે છે. મચ્છોરો કરડવાથી બચવા માટે આખી બાયના કપડા પહેરવા, રીપેલન્ટ લખાવવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સવારે અને સાંજે સંધ્યા ટાઇમે બારી બારણા બંધ રાખવા જોઇએ. જે વિસ્તાર/ગામમાં મેલેરીયા કે ડેન્ગ્યુ કેસ નીકળે તો તે વિસ્તારમાં સર્વેલન્સ, પોરાનાશક, આઈ.ઈ.સી અને ૫૦ ઘરોમાં ફોગીંગ કામગીરી પણ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.