આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજના 184 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજના 184 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી

વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાય પ્રામાણિકતાથી કરવાના શપથ લેવડાવ્યા; વડનગર તાનારીરી ગાર્ડન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ દ્વારા સંચાલિત વડનગર જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના વર્ષ 2019- 20ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કોલેજના 184 વિદ્યાથીઓને એમ.બી.બી.એસ.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મેડિકલનું શિક્ષણ તો તમે મેળવી લીધું પણ હવેના સમયમાં સાયકોલોજી તમારે જાતે શીખવી પડશે અને એ અનુભવથી શીખી શકાશે કારણકે તમારી પાસે દર્દી આવે તો એનું 50% દુઃખ કઈ રીતે હળવું થાય તેવા પ્રયત્નો તમારે કરવાના રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે દેશભરમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં રાજ્યનો એક પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં મેડિકલ કોલેજની સુવિધા ન હોય એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મેડિકલ ક્ષેત્રે પીજી સહિતની સીટોમાં વધારો કરીને આરોગ્યની સુવિધા ગ્રામ્ય વિસ્તાર સુધી સરળતાથી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે. અને રાજ્યની પી.એચ.સી., સી.એચ.સી.માં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો ઉપલબ્ધ થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે ડોક્ટરની પદવી મેળવીને તમે તમારા માતા-પિતાનું સપનું પૂરું કર્યું છે. આ ડિગ્રી થકી તમને દર્દીઓની અને ગુજરાતની સેવા કરવાની તક મળી છે. ત્યારે દર્દીની જગ્યાએ જાતને મૂકીને સેવા કરશો તો તમે એક સફળ ડોક્ટર તરીકે નામના મેળવશો.

આ પ્રસંગે સાસંદ હરિભાઈ પટેલે પદવી ધારકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે એમબીબીએસની પદવી મેળવનાર ડોક્ટર બનીને લોકોની સારવાર કરીને ગુજરાતની સેવા કરશે. આ ઉપરાંત તેમણે ડોક્ટર બનનાર દરેકને પોતાની તંદુરસ્તી જાળવવા પણ ખાસ સલાહ આપી હતી. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલ નાયકે ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *