કેમ્પમાં ૧૦૯૯ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું
આ કેમ્પમાં ૧૦૯૯ પલીસ અધિકારી અને કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું હતું. પાટણ શહેર અને જિલ્લામાં દિવસ-રાત લોકોની સુરક્ષા કરતી પોલીસને સ્વાસ્થ્ય સબંધી થતી નાની-મોટી બિમારી થતી અટકાવી શકાય તે સારૂ જિલ્લા પોલીસ વડા દ્રારા ગુરૂવારે હેલ્થ ચેકઅપ કેમ્પનુ પ્રથમ તબક્કે પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં અલગ-અલગ વિભાગના જાણકાર ડૉક્ટરોઓએ હાજર રહી કુલ-૫૯૦ જેટલા પોલીસ અધિકારી,કર્મચારી તેમજ તેઓના પરીવારજનોની મેડીકલ તપાસણી કરેલ. ત્યારબાદ રાધનપુર ડિવીઝનના પોલીસ અધિકારી, કર્મચારીઓની મેડીકલ ચકાસણી માટે કેમ્પનુ આયોજન રોટરી હોલ રાધનપુર ખાતે રાખેલ જેમાં જાણકાર ડૉક્ટરોએ કુલ-૨૪૯ જેટલા પોલીસ ની મેડીકલ તપાસણી કરેલ. ત્યારબાદ મેડીકલ ચકાસણીમાં બાકી રહેલ પોલીસ અધિકારી- કર્મચારીઓ માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બે વખત મેડીકલ કેમ્પ રાખેલ અને જેમાં કુલ-૨૬૦ પોલીસો ની મેડીકલ ચકાસણી કરેલ હતી.
ઉપરોક્ત તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓના ECG રીપોર્ટ કરેલ અને જરૂરી હેલ્થને લગતી વિગતોની હેલ્થકાર્ડમાં નોંધ કરવામાં આવેલ અને ડૉક્ટરોના અભિપ્રાય મુજબ તેમજ ૪૦ વર્ષથી ઉપરની વયના તમામ પોલીસ અધિકારી – કર્મચારીઓના જરૂરી રીપોર્ટ સારૂ મોકલવામાં આવેલ. જે તમામ રીપોર્ટો ડૉક્ટરોનાઓને બતાવી,નાનીમોટી બિમારી ધ્યાને આવેલ પોલીસ અધિકારી -કર્મચારીને ડૉક્ટરોની સલાહ મુજબ તેઓને પોલીસ અધિક્ષક દ્વારા વધુ સારવાર સારૂ મોકલવામાં આવેલ, જેના કારણે બિમારીને આગળ વધતી અટકાવી શકાઇ અને રીપોર્ટોમાં આવેલ અન્ય નાની-મોટી બિમારીવાળા અધિકારી-કર્મચારીઓ માટે જે-તે બિમારી લગત જરૂરી સલાહ મળી રહે તે સારૂ વધુ એક વખત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આમ અલગ-અલગ તબક્કામાં મેડીકલ કેમ્પનુ આયોજન કરી કુલ ૧૦૭૫ પોલીસ અધિકારી-કર્મચારીઓ તેમજ ૨૪ પોલીસ પરિવારના સભ્યો મળી કુલ-૧૦૯૯ જેટલા પોલીસ અધિકારી-કર્મ ચારીઓ તથા પોલીસ પરિવારના સભ્યોની મેડીકલ ચકાસણી કરવામાં આવેલ હતી.