જઈ ના શકાય તેવા બ્રિડિંગ સ્પોર્ટ્ સ્થળો શોધી દવા ડ્રોન મારફતે દવાનો છંટકાવ કર્યો
સુઈગામ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થી ભરાયેલ પાણીથી રોગચાળો ફાટી ના નીકળે તે માટે આરોગ્ય તંત્ર ઘરે ઘરે ફરીને આરોગ્ય વિષયક કામગીરી કરતું હતું. પરંતુ કેટલાક વિસ્તારોમાં વધારે પૂર અસરગ્રસ્ત હોવાથી ગત સોમવારે સુઈગામ ખાતે એકઠા થયેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ ન વધે અને રોગચાળો ન ફેલાય તે તકેદારીના ભાગરૂપે ડ્રોન મારફત એરિયલ સર્વે કરીને બ્રીડિંગ સ્પોટ શોધી જે જગ્યાએ મેન્યુઅલ સર્વે તેમજ દવાનો છંટકાવ શક્ય ન હોય તેવા વિસ્તારમાં ડ્રોન દ્વારા 100 થી 150 સ્કવેર મીટર ભરેલા પાણીમા MLO અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાઘણીયા,સુઈગામ T.H.O હિતેન્દ્ર ઠાકોરની હાજરીમાં ડ્રોનથી દવા છંટકાવ કરાયો હતો.

