ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ચાલતાં હેલ્થ વેલનેશ સેન્ટરમાં સિમેન્ટના પોપડા ખરી રહ્યાં છે.
જર્જરિત કોમ્યુનિટી હોલમાં ચાલતાં હેલ્થ વેલનેશ સેન્ટરમાં લાઈટ,પંખો કે દર્દી ને આરામ કરવાની પણ કોઈ સુવિધા નથી
અમીરગઢ તાલુકાના વેરા ગામે હેલ્થ વેલનેસ સેન્ટર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. હેલ્થ વેલનેસ સેન્ટર માટે કોઈ બિલ્ડીંગ ના હોવાથી છેલ્લા કેટલાય વર્ષોથી તેને ગામના કોમ્યુનિટી હોલમાં ચલાવવામાં આવી રહ્યું છે. જો કે છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલા કોમ્યુનિટી હોલમાં હેલ્થ વેલનેસ સેન્ટર ચાલે છે. ત્યારે સ્થાનિક ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં પણ નવા બિલ્ડીંગ માટેની કોઈ વ્યવસ્થા કરાઈ નથી ત્યારે ગ્રામજનોની માગણી છે કે આ કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં છે. ત્યાં દવા લેવા જવું પણ જોખમી છે. લોકો ડરના કારણે આ કોમ્યુનિટી હોલમાં દવા લેવા કે સારવાર કરાવવા માટે જતા પણ નથી ત્યારે સરકાર ઝડપથી હેલ્થ વેલનેશ સેન્ટર માટે અલગ બિલ્ડિંગ બનાવે તેવી માંગ ઉઠી છે.
અમીરગઢના આંતરિયાળ વિસ્તાર નું વેરા ગામ 3000 ની વસ્તી ધરાવતું ગામ છે..વેરા ગામમાં હેલ્થ વેલનેસ સેન્ટર એક કોમ્યુનિટી હોલમાં ચાલી રહ્યું છે. હેલ્થ સેન્ટરમાં આરોગ્યના કર્મચારીઓને બેસવું પણ જીવનું જોખમ છે. આ વિસ્તારમાં કોઈ મોટી હોસ્પિટલો નથી કે બીજુ કોઈ સરકારી મોટુ દવાખાનું નથી અહીંયા આ હેલ્થ વેલનેશ સેન્ટર ઉપર જ આ વિસ્તારના લોકો ભરોસો રાખતા હોય છે અને સારવાર કરાવતા હોય છે. ત્યારે અનેક લોકોને સારવાર માટે જરૂર પડતી હોય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો હેલ્થ સેન્ટર માટે નવીન બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.
હેલ્થ વેલનેસ સેન્ટરનું બિલ્ડિંગ ઝડપથી થાય તે માટે પૂરતા પ્રયત્નો કરીશું; હેલ્થ વેલનેસ સેન્ટરની ખરાબ પરિસ્થિતિને લઇ ઈનચાર્જ આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે હેલ્થ સેન્ટર માટેની જગ્યા જોવામાં આવી છે. જગ્યા જોઈ અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે અને થોડા સમયમાં હેલ્થ સેન્ટર માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.અમે ભાડાના મકાન માટે પ્રયત્ન કર્યો પરંતુ આ વિસ્તારમાં ભાડાનું મકાન મળતું નથી.ત્યારે આ હેલ્થ વેલનેસ સેન્ટર માટેનું બિલ્ડિંગ ઝડપથી થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરીશું.


