પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનો હેડ કલાર્ક રુ. 8,800 ની લાંચ લેતા ઝડપાયો

પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનો હેડ કલાર્ક રુ. 8,800 ની લાંચ લેતા ઝડપાયો

પાટણ એસીબી ટીમે ફરીયાદી એક જાગૃત નાગરીકની ફરીયાદ આધારે રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલ,  સહકારી અધિકારી ધીરધાર (હેડ ક્લાર્ક), વર્ગ-૩, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી પાટણને લાંચની માંગણીની રકમ રૂ.૮,૮૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે ફરીયાદી નાણાં ધીરધારનો વ્યવસાય કરતા હોઈ અને સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં લોન લેનારની એન્ટ્રીઓ કરેલી જે એન્ટ્રીઓમાં ભુલ હોય જે સુધારવા સારુ ફરીયાદીએ આ કામના આક્ષેપીત રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલને તેઓએ એક એન્ટ્રીના સુધારા પેટે રૂ.૪૦૦ લેખે ફરિયાદીની ૨૨ એન્ટ્રીઓના રૂ.૮૮૦૦ની ગેર કાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલને આપવા માંગતા ન હોય, પાટણ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચની રકમ રૂ.૮૮૦૦ સ્વીકારતા એસીબી ટીમે રણછોડભાઈ લક્ષ્મણભાઇ ગોહિલ ને ફરિયાદીની ઓફિસ સ્થળ પર રંગે હાથ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.જે.ચૌધરી પીઆઇ, એ.સી.બી.પો.સ્ટે.પાટણ. અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ  ભુજે ફરજ બજાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *