હાશ..! કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા

હાશ..! કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા

પ્રવાસીઓ પરિવારજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને વરસાદ વચ્ચે રસ્તા તૂટી જતા બનાસકાંઠાના પ્રવાસીઓની બસ ફસાઈ ગઈ હતી. જોકે, ફસાયેલા પ્રવાસીઓ આજે માદરે વતન હેમખેમ પરત ફરેલા જોઈ ચિંતાગ્રસ્ત પરિવારજનો હરખાઈ ઉઠતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં બનાસકાંઠા અને ગાંધીનગરના મળી 50 જેટલાં ગુજરાતી પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે 14 ઉપર ફસાયા હતા. જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા. જો કે,  કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડયા હતા. જોકે, હવે 6 દિવસ બાદ  તમામ પ્રવાસીઓ માદરે વતન  પાલનપુર પહોંચતા ભાવુક કરી દેતા દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા જમ્મુ કાશ્મીરના પહલ ગામ આંતકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના નો પણ ભોગ બન્યું હતું. જોકે, 12 એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠા ના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઇવે નંબર 14 ઉપર ભૂસ્ખલન થવાથી ફસાઈ હતી. ઘટના દરમિયાન ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા. જોકે કલાકો સુધી મદદ માટે તડપતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી  આ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં ખસેડાયા હતા. જ્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી તેવું નાનજીભાઈ પરમાર નામના પરત ફરેલા પ્રવાસીએ જણાવ્યું હતું.

આંતકીઓને નશ્યત કરવાની માંગ; જોકે,  આ પ્રવાસીઓ  કુદરતી હોનારતથી તો પીડિત હતા જ પરંતુ સાથે જ કાશ્મીરના પહલ ગામમાં આંતકી હુમલો થયો અને તેના સમાચાર મળતા જ  આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા ભૂસ્ખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃ ખુલતા આ તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના વતન મોકલાયા હતા. ત્યારે છેલ્લા છ દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસી ઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો સહિત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા. જ્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કુદરતી હોનારત અને આંતકવાદી ઓના હુમલાબાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસી ઓએ વર્ણવતા કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આંતકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *