હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે

હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે

27 જુનના રોજ અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રથયાત્રાને લઈ મંદિર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આજે ગુજરાત રાજયના ગૃહરાજય મંત્રી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, હર્ષ સંઘવીનું કહેવું છે કે, આ રથયાત્રા યાદગાર રહેશે અને ભકતો સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ રથયાત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં છે, અમદાવાદના જ નહી રાજ્યના અને દેશના લોકો આ રથયાત્રાના દર્શન કરવા માટે આવતા હોય છે. અને 16 કિમીનો રૂટ હોય છે, આ રથયાત્રામાં IG કક્ષાના પોલીસ અધિકારીઓ પણ હોય છે બંદોબસ્તામાં, 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે.

રથયાત્રાના રૂટ પર 227 કેમેરા અલગ-અલગ એજન્સીના છે, ખાનગી કેમેરા પણ ચાલુ છે, આ કેમેરાની ફીડ પોલીસ કમિશનરના કંટ્રોલ રૂમમાં મળે છે. 2872 બોડી ઓન કેમેરા હશે અને 240 પોઈન્ટ ધાબા પર છે, 25 વોચ ટાવર પણ રાખવામાં આવ્યા છે, બાળકો ગુમ થાય છે તે મળી આવે તે માટે બાળકોને પરિવાર સાથે મેળવવા માટે 17 જનસહાય કેન્દ્રો પણ બનાવાયા છે, ગત વર્ષે 65 જેટલા બાળકો મળી આવ્યા હતા જે રથયાત્રા દરમિયાન ખોવાયા હતા, પબ્લિક એડ્રેસ સિસ્ટમના 44 સેન્ટર રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *