કુલ કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ના મુદામાલને પોલીસે હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી: શંખેશ્વરના કુંવર ગામે સોલાર પ્લાન્ટમાંથી સોલાર પ્લેટોની ચોરી કરનાર ત્રણ ઇસમોને કુલ કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે હારીજ પોલીસે ઝડપી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા ઇ.ના.પોલીસ અધિક્ષક રાધનપુરના કે.કે.પંડયા એ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાઓ આધારે હારીજ પીઆઈ એન.એ.શાહ ના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસોએ હારીજ પો.સ્ટેવિસ્તારમા મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સધન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
તે દરમ્યાન હકીકત મળેલ કે એક પીકપ બોલેરો ડાલુ નં-જી.જે-૦૮- એ.યુ.૪૬૩૦ માં ચોરીની સોલાર પ્લેટો ભરી હારીજ થઈ નીકળવાના છે અને તેની સાથે એક મોટર સાયકલ નં-જી.જે.૨૪.એ.એચ.૩૫૫ નું પણ છે. જે હકીકત આધારે હારીજ પોલીસે સરવાલ ગામની કેનાલ પર નાકા બંધી કરી બાતમી મુજબનું પીકપ ડાલ નિકળતા તેને ઉભું રખાવી તલાસી લેતા તેમાંથી Trina solar કંપનીની સોલાર પ્લેટો નંગ-૨૭ કુલ કિં.રૂ.૪.૫ લાખની મળી આવતા પોલીસે મુદામાલ સાથે પીકપ ડાલુ કિં.૩.૫૦ લાખ અને બાઈક કિ. રૂ. ૩૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦ કુલ મળી રૂ.૮,૦૦,૦૦૦ ના મુદામાલ સાથે ત્રણેય આરોપી નરેશભાઈ જલાભાઈ આયરરહે.જાખેલ,કીરણભાઇ અમરતભાઈ ઠાકોર રહે. નવારામપુરા અને કીશનભાઇ ઇશ્વરજી ઠાકોર રહે.નવારામપુરા વાળાની અટકાયત કરી આગળની કાયૅવાહી માટે શંખેશ્વર પો.સ્ટે.ને સોપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે