પાલનપુરમાં એક કોલ પર ઘરે બેઠા વિના મૂલ્યે ગંગાજળ પહોંચાડવાના અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. જે અભિયાન અંતર્ગત પાલનપુર શહેરમાં હર ઘર નિઃશુલ્ક ગંગાજળ પહોંચાડવામાં આવશે. જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે સેવાભાવી નાગરિક કમલેશ શાહ દ્વારા હર ઘર ગંગાજળ અભિયાનના ભાગ રૂપે આજથી નિઃશુલ્ક ગંગાજળ વિતરણનો પ્રારંભ કરાયો હતો. જેમાં આજે પ્રથમ દિવસે પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે થી આવતા જતાં રાહદારીઓને 500 જેટલી ગંગાજળની બોટલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલનપુર શહેરની દરેક સોસાયટી માં નિઃશુલ્ક ગંગાજળ આપવામાં આવશે. શહેરની કોઈપણ સોસાયટીમાંથી કોલ આવશે તો કમલેશ શાહ દ્વારા ઘરે બેઠા વિના મૂલ્યે ગંગાજળ પહોંચાડવામાં આવશે તેવું કમલેશ શાહે જણાવ્યું હતું. પાલનપુર શહેરના પ્રતિષ્ઠિત નાગરિક અને ડોક્ટરે પણ હર ઘર ગંગાજળ અભિયાનને બિરદાવ્યું હતું. હિન્દૂ ધર્મમાં પવિત્ર ગંગા જળનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુર શહેરના ઘરે ઘરે મફત પવિત્ર ગંગાજળ આપવાના આ ભગીરથ કાર્યની જાણીતા ડો.પરેશ પરીખે પ્રશંસા કરી હતી.