Happy Birthday : રાહુલ દ્રવિડ, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો તે સમયે ટીમના મુખ્ય કોચ

Happy Birthday : રાહુલ દ્રવિડ, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો તે સમયે ટીમના મુખ્ય કોચ

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી અને વિશ્વ ક્રિકેટમાં “ધ વોલ” તરીકે જાણીતા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આજે તેમનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાહુલ દ્રવિડે વર્ષ 1996 માં તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફરની શરૂઆત કરી, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ અને વનડેમાં લાંબો સમય રમ્યો અને તેનો મહત્વપૂર્ણ ભાગ પણ રહ્યો. દ્રવિડની ગણતરી ટેસ્ટ ક્રિકેટમાં એવા ખેલાડીઓમાં થાય છે, જેમની વિકેટ મેળવવા માટે બોલરોને ઘણી મહેનત કરવી પડી હતી. જેના કારણે આજે પણ વિશ્વ ક્રિકેટમાં એવા ઘણા રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે નોંધાયેલા છે જેને આજ સુધી કોઈ ખેલાડી તોડી શક્યો નથી. નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, દ્રવિડે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો જ્યાં તે ખૂબ જ સફળ રહ્યો.

રાહુલ દ્રવિડે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર 1996માં એપ્રિલમાં શ્રીલંકા સામેની ODI મેચથી શરૂ કરી હતી. આ પછી, તે જ વર્ષે જૂન મહિનામાં, દ્રવિડને ટેસ્ટ ક્રિકેટમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી. અહીંથી શરૂ થયેલી સફર પછી દ્રવિડે ક્યારેય પાછું વળીને જોયું નથી જેમાં તેણે ટેસ્ટ અને વનડે બંનેમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 164 મેચ રમી, જેમાંથી તેણે 286 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 52.31ની એવરેજથી 13288 રન બનાવ્યા. દ્રવિડના નામે ટેસ્ટ ક્રિકેટમાં 36 સદી અને 63 અડધી સદી છે. દ્રવિડ ટેસ્ટમાં 5 બેવડી સદી પણ ફટકારવામાં સફળ રહ્યો હતો.

ODIમાં રાહુલ દ્રવિડની કારકિર્દીની વાત કરીએ તો તેણે 344 મેચ રમી છે, જેમાં તેણે 318 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 39.17ની એવરેજથી 10889 રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડના નામે વનડેમાં 12 સદી અને 83 અડધી સદી છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયા માટે ટી20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છે જેમાં તે 31 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *