ગાઝામાં યુદ્ધવિરામ બાદ હમાસે 3 મહિલા ઈઝરાયેલ બંધકોને મુક્ત કર્યા છે. ઈઝરાયેલની સેનાએ ત્રણેય મહિલાઓને મુક્ત કર્યાની પુષ્ટિ કરી છે. ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસે રવિવારે આ ત્રણ ઇઝરાયેલી બંધકોને રેડ ક્રોસને સોંપ્યા.
ત્રણેય મહિલાઓ ઈઝરાયેલ પહોંચી હતી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના કલાકો બાદ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણ બંધક મહિલાઓ ઈઝરાયલ પહોંચી ગઈ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે બંધકોને ઈઝરાયેલ પરત ફરવાની પુષ્ટિ કરી છે. બંધકોની માતાઓ તેમને મળવા રાહ જોઈ રહી હતી.
અગાઉ કતાર સંચાલિત મીડિયા સંસ્થા ‘અલ જઝીરા’ના ફૂટેજમાં મુક્ત કરાયેલા બંધકોને ઉપાડી જતા જોવા મળ્યા હતા. તેમની આસપાસ મોટી ભીડ હતી, જેમાંથી ઘણા તેમના ફોન પકડીને વીડિયો બનાવી રહ્યા હતા. વાહનોની સાથે લીલા હમાસ હેડબેન્ડ પહેરેલા સશસ્ત્ર માણસો હતા કારણ કે તેઓ હજારોની સંખ્યામાં બેકાબૂ ભીડથી કારને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્રણેયને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવશે.