આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં મિથ્યા હતી તે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને લોકો અપનાવતા નથી, પરંતુ આમ આદમી પાર્ટીને ૪૦ લાખથી વધુ વોટ આપીને લોકોએ આ મિથ્યાનો ભંગ થયો. લોકોએ આ સાથે જ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે એક ઉમ્મીદની કિરણ છે. પાંચ સીટો પર અમારી જીત થઈ હતી અને ૩૯ સીટો એવી હતી અમે બીજા નંબરે રહ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિસાવદરમાં સંમેલન કરવા જઈ રહ્યા છીએ કારણકે વિસાવદરના ખેડૂતોએ ક્યારેય પણ ભાજપને વોટ આપ્યો નથી.વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે થયેલા અપમાનનો બદલો લેશે અને ભાજપને હરાવશે. ગુજરાતના લોકોમાં દર્દ વધી ગયું છે કારણ કે ગુજરાતમાં ભાજપનું વિકાસનું મોડલ આજે ગુલામીનું મોડલ બની ગયું છે. આજે આખા ગુજરાતમાં જે ખેડૂતો પરેશાન છે, તે બોલી પણ નથી શકતા, વિદ્યાર્થીઓ કંઈ બોલી નથી શકતા, બેરોજગારી મુદ્દે યુવાનો કંઈ બોલી નથી શકતા. હાલ અમેરિકાએ ટેરીફમાં વધારો કર્યો છે એના કારણે ગુજરાતના ત્રણ મોટા ઉદ્યોગોને ફટકો પડયો છે. તેમ છતાં પણ ગુજરાતમાં વ્યાપારીઓ બોલી નથી શકતા, મહિલાઓ ઉપર અનેક અત્યારે થઈ રહ્યા છે તેમ છતાં પણ તેઓ બોલી નથી શકતા.

