બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલ રાજ્સ્થાન ની સરહદ ને જોડતી બનાસકાંઠાની ચેકપોસ્ટ મા અતિસવેદનશીલ ગણતી પોલિશ ચેકપોસ્ટ પર આવનાર થર્ટી ફસ્ટ નિમિત્તે કોઇ નશીલા પદાર્થો ગૂજરાત મા ન ઘુસાડવામાં આવે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ડી જી પી ગૂજરાત નાઓના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજ્સ્થાન ને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગૂજરાત મા પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
જેમા અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેકટર ની સાથે પોલિસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકીંગ કરી રહી છે. રાજ્સ્થાન થી આવતી નાની ગાડીઓ મા આવતાં શકમંદો ની બ્રેથ એનેલાઈઝર થી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવાર નવાર વીદેશી દારૂ અને ડ્રગસ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે આવનારી થર્ટી ફસ્ટ મા આવી કોઇ ગુનાહીત પ્રવૃતિઓ ને અંજામ ન આપે એ માટે પોલિસ સતર્ક રહી કામગીરી કરી રહી છે.