સુરતઃ કાપડ માર્કેટમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર, કિમી સુધી દેખાયા ધૂમાડાનાં ગોટે ગોટા

ગુજરાત
ગુજરાત

સુરતમાં પુણા પુણા-કુંભારીયામાં આવેલી રઘુવીર સેલ્યુમ ટેક્સટાઈલ માર્કેટમાં કોઈ કારણોસર ભીણ આગ લાગી હતી. આગની જાણ થતાં મોટી સખ્યામાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સવારના સમયે લાગેલી આગના કારણે દુકાનો પર આવતાં વેપારીઓ અને કામદારોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર આ આગ શોર્ટ સર્કિટથી લાગી હતી. અને આગના ધૂમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતાં. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છેસુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી આગ અંગે ફાયરબ્રિગેડના ઓફિસરે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.તો આ આગ મામલે માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, આગ સૌ પ્રથમ સાતમાં માળે પેસેજમાં આવેલા ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રીક ડકમાં પાવરનો મેન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતાં આગના ધૂમાડા અન્ય ફ્લોરમાં પણ પ્રસર્યા હતાં.સવારના સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.