લોકડાઉનમાં અંબાજી મંદિર બંધ હોવા છતા પણ દેશ-વિદેશના ભક્તોએ ઓનલાઈન દાન આપ્યું

ગુજરાત
ગુજરાત

રખેવાળ, પાલનપુર
કોરોના વાઈરસને પગલે સમગ્ર દેશમાં ૩ મે સુધી લોકઉડાન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન સમયે માત્ર દૂધ-દવા અને કરિયાણા સહિત જીવનજરૂરિયાતના સામાનની દુકાનો જ ખુલ્લી રહેશે. મોટી વાત છેકે, લોકડાઉનના પલગે હાલમાં દેશભરના ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનું સુપ્રસિદ્ધ અંબાજી મંદિર પણ સામેલ છે. જોકે છેલ્લા ૨૬ દિવસથી મંદિર બંધ હોવા છતા ઓનલાઈન માધ્યમથી દેશ-વિદેશથી મંદિરને દાન મળી રહ્યું છે. 
 
કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા માટે દેશ-વિદેશના લાખો ભક્તોનું આસ્થાનું પ્રતીક અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર છેલ્લા ૨૬ દિવસથી બંધ છે. જેના કારણે ભક્તો મા અંબાના દર્શન કરી શકતા નથી. જોકે મંદિર બંધ હોવા છતા પણ ભક્તોની માતાજી પ્રત્યે પોતાની આસ્થા અતુટ છે. એટલા જ માટે લોકડાઉન સમયે પણ દેશ-વિદેશના ભક્તો અંબાજી મંદિરમાં ઓનલાઈન માધ્યમથી દાન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટની અલગ-અલગ ત્રણ વેબસાઇટ પર છેલ્લા ૧૮ દિવસમાં રૂપિયા ૫૦ હજારથી વધુનું દાન માતાજીના ચરણે ધરાવવામાં આવ્યું છે. 
 
ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જોકે લોકોને સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. કારણ કે, સામાન્ય દિવસોમાં અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમડતા હોય છે. ત્યારે હાલમાં રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ લોકલ સંક્રમણના કારણે વધી રહ્યા છે. તેવામાં જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તો માટે પણ મોટો ખતરો ઉભો થઈ શકે છે. એટલે માટે સુરક્ષાના પગલે મંદિરને છેલ્લા ૨૬ દિવસ માટે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. 
 
પાલનપુર. કોરોના વાઈરસને પગલે સમગ્ર દેશમાં ૩ મે સુધી લોકઉડાન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન સમયે માત્ર દૂધ-દવા અને કરિયાણા સહિત જીવનજરૂરિયાતના સામાનની દુકાનો જ ખુલ્લી રહેશે. મોટી વાત છેકે, લોકડાઉનના પલગે હાલમાં દેશભરના ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનું સુપ્રસિદ્ધ અંબાજી મંદિર પણ સામેલ છે. જોકે છેલ્લા ૨૬ દિવસથી મંદિર બંધ હોવા છતા ઓનલાઈન માધ્યમથી દેશ-વિદેશથી મંદિરને દાન મળી રહ્યું છે. 
 
કોરોના વાઈરસને ફેલાવવાથી રોકવા માટે દેશ-વિદેશના લાખો ભક્તોનું આસ્થાનું પ્રતીક અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર છેલ્લા ૨૬ દિવસથી બંધ છે. જેના કારણે ભક્તો મા અંબાના દર્શન કરી શકતા નથી. જોકે મંદિર બંધ હોવા છતા પણ ભક્તોની માતાજી પ્રત્યે પોતાની આસ્થા અતુટ છે. એટલા જ માટે લોકડાઉન સમયે પણ દેશ-વિદેશના ભક્તો અંબાજી મંદિરમાં ઓનલાઈન માધ્યમથી દાન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટની અલગ-અલગ ત્રણ વેબસાઇટ પર છેલ્લા ૧૮ દિવસમાં રૂપિયા ૫૦ હજારથી વધુનું દાન માતાજીના ચરણે ધરાવવામાં આવ્યું છે. 
 
ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો માટે અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જોકે લોકોને સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. કારણ કે, સામાન્ય દિવસોમાં અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમડતા હોય છે. ત્યારે હાલમાં રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ લોકલ સંક્રમણના કારણે વધી રહ્યા છે. તેવામાં જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તો માટે પણ મોટો ખતરો ઉભો થઈ શકે છે. એટલે માટે સુરક્ષાના પગલે મંદિરને છેલ્લા ૨૬ દિવસ માટે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.