રાજ્યમાં ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૯ના મોત થયા, ૨૩૯ નવા પોઝિટિવ કેસ

ગુજરાત
ગુજરાત

 

રાજ્યમાં સવારના ૯ વાગ્યા બાદ કોરોનાના ૧૧૨ કેસ નોંધાયા છે. જ્યારે ૧૩ દર્દીના મોત થયા છે અને ૮ દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના ૨૧૭૮ દર્દી થયા છે. જેમાંથી ૧૩૯ સાજા થયા છે અને ૯૦ના મોત થયા છે. જ્યારે ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં ૧૨૭ કેસ નોંધાયા હતા અને ૬ના મોત થયા. આ સાથે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૯ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના સૌથી વધુ ૧૯ દર્દીના મોત થયા છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે સવારના ૯ વાગ્યા બાદ રાજ્યમાં ૧૧૨ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૮૦, સુરતમાં ૯, વડોદરામાં ૬, અરવલ્લીમાં ૪, બનાસકાંઠામાં ૫, ભરૂચ બોટાદમાં ૨, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, નવસારી અને વલસાડમાં એક એક કેસ સામે આવ્યો છે. જ્યારે આજે ૧૩ના મોત થયા છે અને ૮ દર્દી ડિસ્ચાર્જ થયા છે. કુલ ૨૧૭૮ દર્દીમાંથી ૯૦ના મોત થયા છે. જ્યારે ૧૪ વેન્ટીલેટર દર્દી પર અને ૧૯૩૫ની હાલત સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં ૧૩૯ દર્દી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૧૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૩૯ના રિપોર્ટ પોઝિટિવ અને ૩૨૭૪ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૬૮૨૯ ટેસ્ટ કર્યાં છે અને ૨૧૭૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે ૩૪૬૫ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.