રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી હાલ મોકૂફ કરાઈ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: રાજયમાં કોરોના ઇફેકટને લઇ સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે તો, કોરોના વાઈરસના સંક્રમણની દહેશત વચ્ચે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૨મી માર્ચે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાઓ પણ હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે. આમ, કોરોના સંક્રમણની દહેશતને લઇ હવે વ્યાપક અસરો જાવા મળી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર એટલે કે તા.૨૨ માર્ચના રોજ યોજાનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતની ૧૩ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો અને ૧૩ નગરપાલિકાઓની ૨૯ બેઠકોની પેટાચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી માટે તા.૨૨ માર્ચના રોજ મતદાન અને ૨૪ માર્ચે મતગણતરી યોજાવાના હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.