રાજ્યમાં ચોમાસાની શરૂઆત ૨૧મી જૂનથી થશે, ૯૬થી ૧૦૪ ટકા વરસાદની સંભાવના

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસુ ક્યારે બેસશે અને ક્યાં  સુધી રહેશે તેને લઈને આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે આજે ગુજરાતમાં સારા ચોમાસાના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ૨૧મી જૂનથી થશે. રાજ્યમાં ત્યારથી વિવિવત રીતે ચોમાસું શરૂ થશે. આ વખતે વૈશ્વિક મહામારી અને બીજા અનેક પરિબળો અસર કરી ગયા છે. આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૯૬ થી ૧૦૪ ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે.
ત્યારે હવામાન વિભાગે  કે રાજ્યમાં ૨૧મી જૂનથી ચોમાસું શરૂ થશે અને એક સપ્તાહ ચોમાસું પાછળ ધકેલાયું છે. સામાન્ય રીતે જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં બેસી જતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસું મોડું છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.