ગુજરાતઃ કોંગ્રેસે બહુ ખુશ થવાની જરૂર નથી, તેમના ધારાસભ્યો લાઈનમાં છેઃCM

ગુજરાત
ગુજરાત

વડોદરામાં MLA કેતન ઈનામદારના રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ભડકો થયો છે. ફટાફટ ભાજપ સભ્યોનો કેતન ઈનામદારની ફેવરમાં રાજીનામાં પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો સંભાળવાની ટકોર કરતા ભાજપમાં સબસલામત હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. એવા સિવાય પણ CM રૂપાણીએ ઘણું કહ્યુ છે. જો કે CMના નિવેદનને વાળ લીયા વાળ લીયા કરી ભાજપનો આંતરિક વિખવાદ ઢાંકવાનો ઠાલો પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ઘીના ઠામમાં ઘી પડવાનું જ છે. કેતન ઈનામદાર સાથે જીતુ વાઘાણી વાત કરી રહ્યા છે. જે કંઈ પ્રશ્નો અને લાગણીઓ છે. તેનો નિવેડો ટુંક જ સમયમાં આવશે. કોંગ્રેસના કેટલા ધારાસભ્યો લાઈનમાં છે શું છે એ અંગે મારે કશી વાત કરવી નથી.
ગુજરાતમાં ફરી એકવાર ભાજપમાં ભડકાના એંધાણ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. એક તરફ રાજીનામા મુદ્દે ઈનામદાર અડગ છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઈનામદારને ન મનાવવા અડગ હોવાનું સૂત્રોનું કહેવું છે. રાજીનામા મુદ્દે રાજકારણ વધતા ઈનામદારને ભાજપના અન્ય નેતાઓના પણ ફોન આવી રહ્યા છે. જો કે, સૂત્રોનું માનીએ તો ભાજપના બીજા નેતાઓના ફોન રિસિવ કરવાનું ઈનામદારને બંધ કર્યું છે. કેનત ઈમાનદારે સમર્થકોને સંકેત આપ્યો છે કે, નેતાઓને મળવું હોય તો તે મને મળવા આવે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.