ગુજરાત રાજ્યમાં ૮૮ % કેસ અને ૯૦ ટકા મોત, માત્ર અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લામાં!
અમદાવાદ. રાજ્યમાં કુલ ૨૨,૦૬૭ કેસમાંથી ૧૫,૬૩૫ એકલા અમદાવાદ જિલ્લામાં છે. સુરતમાં ૨૩૬૭ અને વડોદરા જિલ્લામાં ૧૪૩૪ કેસ નોંધાયા છે. આ ત્રણ જિલ્લામાં ૧૯૪૩૬ કેસ એટલે કે ૮૮ ટકા કેસ છે. કુલ ૧૩૮૫ મૃત્યુમાંથી અમદાવાદમાં ૧૧૧૭, સુરતમાં ૯૦, વડોદરામાં ૪૩ છે. ત્રણ જિલ્લાઓમાં મળીને ૧૨૫૦ એટલે કે ૯૦ ટકા મૃત્યુ છે. વસ્તી મુજબ મૃત્યુ અને રીકવરી રેશિયોમા ગુજરાત દેશમાં આગળ છે જ્યારે ટેસ્ટમાં પાછળ છે.અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ ૨૨,૦૬૭ કેસો નોંધાયા રાજ્યમાં સતત બીજા દિવસે ૫૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૫૧૩ કેસ નોંધાયા છે. જ્યારે ૩૮ દર્દીના મોત થયા છે તો ૩૬૬ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ ૨૨,૦૬૭ કેસો નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૩૮૫ પહોંચ્યો છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ ૧૫,૧૦૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસ નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં ૩૩૦, સુરતમાં ૮૬, વડોદરામાં ૩૯, ગાંધીનગરમાં ૧૧, ભરૂચમાં ૭, મહેસાણા અને આણંદમાં ૫-૫, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં ૩-૩, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદમાં ૨-૨, પંચમહાલ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને નર્મદામાં ૧-૧ અને અન્ય રાજ્યમાં ૨ કેસ નોંધાયા છે.