ઇડરમાં પાલિકા અને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠના AUDIO મામલે કોંગ્રેસનો હોબાળો

ગુજરાત
ગુજરાત

ઇડર શહેરની પાલીકા ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવી છે. કોન્ટ્રાકટર પાસે પાલીકાના ચિફ ઓફીસરે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાતા આ મામલો હવે વિવાદે ચઢ્યો છે. આ તરફ વિપક્ષે પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે. ભાજપ શાસિત પાલીકામાં જ અધીકારીઓ બિન્દાન્સ લાંચ માંગી રહ્યા હોવાનો આક્ષેપ કોન્ટ્રાકટરે કર્યો છે. કોન્ટ્રાકટરે પાલીકાના અધિકારી સાથે થયેલી વાત ચીતનો ઓડિયો વાયરલ કરી દેતા અને એફીડેવીટ કરીને મુખ્યપ્રધાનને મોકલી આપવાને લઇને વિવાદે જોર પકડ્યુ છે.
 
સાબરકાંઠા જીલ્લાના ઇડર શહેરમાં સ્થાનિક લોકો સાથે મળીને વિપક્ષે વિરોધ રજુ કરવા માટે રેલી યોજી હતી. નાયબ કલેકટર પહોંચી ભ્રષ્ટાચારની તપાસ સામે આવેદન પત્ર આપ્યુ હતુ. ઓનલાઇનના બદલે ઓફલાઇન દ્રારા ટેન્ડર બહાર પાડીને એક કરોડના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો આક્ષેપથી હડકંપ મચી ગયો છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલીકા દ્રારા ઇડર શહેરના રાણી તળાવના બ્યુટીફેકેશનના અપાયેલા કામને લઇને કોન્ટ્રાકટરની પાસે લાંચ માંગી હતી અને જે ફોન દ્રારા માંગવામા આવતા કોન્ટ્રાકટરે વાતને ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. બાદમાં આ વાતચીતના આધારે એફીડેવીટ કરીને મુખ્યપ્રધાનને લઇને આ અંગે જાણ કરી પગલા ભરવા માટે માંગ કરવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.