અમદાવાદ: હાર્દિક પટેલ સહિતના પાસના નેતાઓ આપમાં જોડાઈ શકે, દિલ્હીથી ‘આપ’ના પ્રભારી ગુજરાત આવશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ દિલ્હીમાં ‘આપ’ મોડલની સફળતા બાદ હવે ‘આમ આદમી પાર્ટી’ ગુજરાતમાં ફરી એકવાર સંગઠન મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આ અઠવાડીયામાં ‘આપ’ના પ્રભારી ગોપાલ રાય ગુજરાત આવી રહ્યા છે અને અહીં 8થી 10 દિવસ રોકાઈને નવેસરથી સંગઠનની પ્રક્રિયા શરૂ કરશે. ખાસ કરીને ‘આમ આદમી પાર્ટી’નો ટાર્ગેટ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતાઓ છે. જેમાં પાટીદાર આંદોલન સમયથી અરવિંદ કેજરીવાલના વિચારો અને કામગીરીથી પ્રભાવિત હાર્દિક પટેલનું નામ પણ સામેલ છે, ત્યારે હાર્દિક સહિતના પાસના નેતાઓ સાથે સંપર્ક કરીને તેમની સાથે બેઠકો કરી ‘આમ આદમી પાર્ટી’નું એક યુવા સંગઠન ઉભું કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.‘આપ’ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવશેગુજરાતમાં મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્ષના અંતમાં યોજાવાની છે ત્યારે ‘આમ આદમી પાર્ટી’ પણ ગુજરાતમાં આ ચૂંટણીમાં ઝંપલાવે તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મહિનાથી ‘આમ આદમી પાર્ટી’એ ગુજરાતમાં શરૂ કરેલી નવા સંગઠનની પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ કરી દેશે, તે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સોમનાથના દર્શન કરીને ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’નું રણશિંગુ ફુંકશે.આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિગુજરાતમાં અગાઉ આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવીને ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહોતી. આ નિષ્ફળતા અંગે ‘આમ આદમી પાર્ટી’ની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યા બાદ નિષ્ફળતા પાછળ સંગઠનનું માળખું અને કેટલાક ચોક્કસ નેતાઓ જવાબદાર હોવાનું બહાર આવતા અગાઉનું ગુજરાતનું આપનું માળખું સંપૂર્ણપણે વિખેરી નાંખીને આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ ઘડી છે. ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સામાજિક આંદોલનો દરમિયાન નેતાગીરીની ભૂમિકા ભજવી રહેલા યુવાઓને ‘આમ આદમી પાર્ટી’માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોમાં જોડાયેલા પણ યોગ્ય હોદ્દા કે સ્થાન ન મળ્યા હોય એવા નારાજ નેતાઓને પણ આપમાં જોડાવા માટે ભલામણો કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.