અમદાવાદ : 431 ફૂટ ઉંચા મા ઉમિયાના મંદિરનું નિર્માણ, ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ રેલી, 1500થી વધુ બાઈક અને 300થી વધુ કાર જોડાઈ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે. શિલાન્યાસ સમારોહના પ્રસંગે આજે 27 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત બાઈક-કાર રેલી યોજવામાં આવી છે. આ રેલીનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે રેલીનું ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં 52 ગજની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી હતી આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિમીમાં ફરશે. જેમ બાઈક-કાર રેલીમાં લગભગ 1500થી વધુ બાઈક, 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર, 16 આઈશર જોડાઇ છે. રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર પહોંચશે. આ યાત્રામાં લગભગ 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે.100 વીઘા જમીનમાં 1 હજાર કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે.28 ફેબ્રુઆરી 2020- સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગતજનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશેબપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશેસાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે29 ફેબ્રુઆરી 2020- સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન- સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (BAPS)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે- શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના 21 કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.