સુરતમાં યુવક બસ નીચે કચડાયો, ઘટનાસ્થળે જ મોત

ગુજરાત
ગુજરાત

સુરતના ઉધના રોડ પર સોમવારે અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. ચિરાગ ભૂપેન્દ્ર જૈન (22) કપડાનો વ્યવસાય કરી તેના પરિવારનું ભરણપોષણ કરે છે. મોપેડ ચલાવતી વખતે યુવકને બસે ટક્કર મારી હતી. બસના પાછળના વ્હીલ નીચે યુવક કચડાઇ ગયો હતો. ચિરાગનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. યુવકમાં મોતના પગલે ઘટના સ્થળ પર દોડી આવેલા પરિવારજનોમાં ભારે આક્રંદ અને રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ઘટના સ્થળ ઉપર પરિવારજનો દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.