કરોડોની કિંમત, 3300 કિલો ડ્રગ્સ… ઇન્ડીયન નેવી અને NCB એ પકડ્યું આજ સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ
ભારતીય નૌકાદળ અને NCBને મળી મોટી સફળતા, નેવી અને NCBએ ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો છે. ભારતીય નૌકાદળ અને NCBએ ભારતીય દરિયાઈ સરહદેથી આ માલ પકડ્યો છે. મળતી માહિતી મુજબ, આ કન્સાઈનમેન્ટમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ હતું. ભારતીય નૌકાદળ, NCBએ દરિયામાં ઓપરેશન હાથ ધરીને લગભગ 3300 કિલો પ્રતિબંધિત નાર્કોટિક્સ સાથે એક શંકાસ્પદ જહાજની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી માત્રામાં ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડાયું હોય.
3300 કિલો ડ્રગ્સ ઝડપાયું
ભારતીય નૌકાદળે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે મળીને દરિયામાં એક ઓપરેશન હાથ ધર્યું હતું અને લગભગ 3300 કિલો પ્રતિબંધિત માદક દ્રવ્યોનું વહન કરતા એક શંકાસ્પદ જહાજને અટકાવ્યું હતું. જેમાં 3089 કિલો ચરસ, 158 કિલો મેથેમ્ફેટામાઇન, 25 કિલો મોર્ફિનનો સમાવેશ થાય છે. સાથે જ, તે અત્યાર સુધી પકડાયેલો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ હોવાનું પણ કહેવાય છે. નેવીના જણાવ્યા પ્રમાણે આ જહાજ 2 દિવસ સુધી દરિયામાં રહ્યું, અને આ જહાજ ઈરાન જઈ રહ્યું હતું.
પાકિસ્તાન સાથે સબંધ હોવાની શંકા
નેવીએ જણાવ્યું હતું કે P8I LRMR એરક્રાફ્ટના ઇનપુટ્સના આધારે, IN મિશન પર તૈનાત જહાજને દાણચોરીમાં રોકાયેલા હોવાની શંકાસ્પદ જહાજને અટકાવવા માટે વાળવામાં આવ્યું હતું. આ પછી જહાજની તપાસ કરવામાં આવી અને આ દરમિયાન કરોડો રૂપિયાનો ડ્રગ્સ મળી આવ્યો હતો. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને બોટ અને લોકોને કબજે કરવામાં આવ્યા હતા. જહાજમાંથી પકડાયેલા પાંચ આરોપીઓના પાકિસ્તાન સાથે સંબંધ હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે જપ્ત કરાયેલા સ્ટોક પર પ્રોડ્યુસ બાય પાકિસ્તાન લખેલું છે.
પ્રતિબંધિત સામગ્રી સાથે જપ્ત કરાયેલ જહાજ અને ક્રૂ ભારતીય બંદરો પર કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવામાં આવ્યા છે. તેમજ ડ્રગ્સ સાથે ઝડપાયેલા તમામ સભ્યોને પોરબંદર ખાતે લઈ જઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. NCB હેડક્વાર્ટર આ અંગે આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
Tags Drugs Indian Navy Rakhewal