અમદાવાદમાં બેકાબુ થયેલા કોરોનાના સંક્રમણની સાથે હવે હિટવેવની દહેશત, બે દિવસમાં તાપમાન 42 ડિગ્રી થવાની શક્યતા

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોનાના કેસો વધવાથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે અમદાવાદીઓના માથે વધુ એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરમાં હાઈલેવલના કોરોના સંક્રમણની સાથે હવે હિટવેવમાં પણ વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં 23મી માર્ચથી લઈને 500 કેસો નોંધાવાની શરૂઆત થઈ ગઈ હતી. જે આજે 600નો આંકડો વટાવી ગયાં છે. કોરોનાની દહેશતની સાથે ગરમીમાં લોકો ગરમી વધવાથી લૂ લાગવી, શરદી, હિટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ ભોગ બની શકે છે.

હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધી રવિવારે 41.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.રવિવારે દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડિગ્રીને પાર કરી ગઈ હતી. 42.7 ડિગ્રી સાથે ડીસા અને સુરેન્દ્રનગર સૌથી ગરમ હતા. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે.

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 587 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,348 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોના હવે માતેલોસાંઢ બન્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 2200થી વધુ એટલે કે 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 8ના મોત થયા છે. જેમાં સુરતમાં 677 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે. તેમજ 1731 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 3, અમદાવાદ શહેરમાં 3, રાજકોટ શહેરમાં 1 અને પંચમહાલમાં 1 મળીને કુલ 8 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,500 થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.