ગોડાઉન માલિકને વારંવાર કહેવા છતાં દાખવેલી બેદરકારીથી જર્જરીત દીવાલ પડતાં મહિલાના મોત માટે જવાબદાર કોણ?

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી ચિખોદરા રોડ પર સૂર્ય દર્શનમાં ગોડાઉનની જર્જરીત દીવાલ રીપેર કરાવવાનું કહેવા છતાં કમી હાલતમાં યથાવત રહેવા દઈને રીપેર કરાવવા કે ઉતારવાના બદલે ગોડાઉન માલિકે નવી દિવાલ બનાવી દઈને દાખવેલી બેદરકારીના કારણે ત્રણ દિવસ અગાઉ સવારે અચાનક પડી ગયેલી દિવાલ નીચે દબાઈ જતા મહિલા ના મોત સંદર્ભે દુર્ઘટના સંદર્ભે ગોડાઉન માલિક સંપૂર્ણ રીતે જવાબદાર હોવા છતાં મકરપુરા પોલીસે આકસ્મિક મૃત્યુ નોંધ કરી છે. મકરપુરા પોલીસની કાર્યવાહી તદ્દન શંકાસ્પદ હોવા બાબતે વિસ્તારમાં ચર્ચા જાગી છે.

આધારભૂત સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે તરસાલી ચિખોદરા રોડ પર સૂર્યનગર ખાતે રહેતા પ્રેમીલાબેન માનસિંગભાઈ સોલંકી પોતાના ઘર પાસે ઢોર બાંધીને વાસીદુ કરતા હતા ત્યારે તેમના ઘરની બાજુમાં વિનોદભાઈ લાલભાઈ પટેલ નું ગોડાઉન આવેલું છે.

આ ગોડાઉનની દિવાલ જર્જરી થતી જેથી પડોશી એ વારંવાર જર્જરિત દિવાલ રીપેર કરવા જણાવ્યું હતું અથવા તો દિવાલ ઉતારી લેવા પણ જણાવ્યું હતું આમ છતાં દીવાલને અડીને વિનોદભાઈ ના સહયોગથી ગોડાઉનને અડીને નવી દિવાલ જર્જરિત દીવાલ ની બાજુમાં બનાવી હતી. આ જોખમી જર્જરીત દીવાલ ગમે ત્યારે પડી શકે એમ હોવાનું જાણવા છતાં અને પડી જવાથી દિવાલ પડી જવાથી પડોશીઓને નુકસાન થઈ શકે તેમ છે તેમ જાણવા છતાં ગોડાઉન માલિકે દિવાલ હટાવી કે ઉતારી લીધેલ ન હતી કે રીપેર પણ કરાવી ન હતી જેથી ગોડાઉન માલિકની બેદરકારીના કારણે ગઈ તારીખ 16 મી એ સવારે 10:30 વાગ્યાના સુમારે ગોડાઉનની જર્જરિત દિવાલ પડી જતા જર્જરીત દિવાલ નીચે દબાયેલા બેન સોલંકીનું કરુણ મોત થયું હતું.

આ અંગે મૃતકનું પોસ્ટમોર્ટમ પણ થયેલ છે આમ છતાં વિનોદભાઈ ભાઈલાલભાઈ પટેલ સામે ઇપીકો કલમ 304 મુજબ નો ગુનો મકરપુરા પોલીસે દાખલ કર્યો નથી આમ મકરપુરા પોલીસની કાર્યવાહી શંકાસ્પદ હોવાનું વિસ્તારમાં ખુલ્લેઆમ ચર્ચા રહ્યું છે આ બાબતે સામંતભાઈ રાઠોડ નટુભાઈ રોહિત અને રઈજીભાઈ સોલંકી એ થયેલા પંચકેસ બાબતે ગોડાઉન માલિક વિનોદભાઈ ભાઈલાલભાઈ પટેલ સામે ફોજદારી ગુનો બનતો હોવા છતાં પોલીસે આરોપીને બચાવવા માટે માત્ર બનાવ અંગે દાખલ કરાયો હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.