વડોદરામાં સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી રૂપાણીને અચાનક ચક્કર આવ્યા, સ્ટેજ પર ઢળી પડ્યા

ગુજરાત
ગુજરાત

વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. જાે કે કોઈ અફવા પર ધ્યાન ન આપશો. મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે.
ત્યાર બાદ વડોદરા એરપોર્ટથી તેઓ અમદાવાદ આવવા રવાના થયા છે. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમની અમદાવાદની યુ.એન.મહેતામાં તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં ડોકટરોની ટીમને તૈયાર રાખવામાં
આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.