આ તો કેવી પોલિસ ? ડીસામાં ભોપાનગર ફાટક નજીક પોલિસની ઉપસ્થિતિમાં જ ટ્રાફિકજામ

ગુજરાત

ટ્રાફિક દૂર કરવાની જગ્યાએ પોલિસ અન્ય કામમાં વ્યસ્ત

ડીસાથી પાટણને જોડતા હાઇવે ઉપર આવેલ ભોપાનગર રેલવે ફાટક ઉપર વાહનોની અવરજવર વધુ રહે છે જેના લીધે ફાટક નજીક અવારનવાર ટ્રાફિકજામ થાય છે જો કે ફાટક નજીક આ સ્થિતિ રોજિંદી બની ગઈ છે એક તરફ રેલવે ફાટક હોઈ ત્યાં ટ્રેન – માલગાડીની સતત આવનજાવનથી ફાટક બન્ધ થઈ જતા વાહનોનો લાંબી લાઈનો લાગે છે હાલમાં બપોર સુધી જ બજારો ખુલ્લા રહેતા વાહનોની અવર જવર વધુ પ્રમાણમાં રહે છે જેના પગલે ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો થાય છે તેમ છતાં આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે શનીવારે ભોપાનગર ફાટક નજીક પોલીસની હાજરીમાં જ ટ્રાફિકજામ થઈ જવા છતાં પણ પોલીસ તેના નિયમનની જગ્યાએ અન્ય કાર્યમાં વ્યસ્ત હોય તેવું સ્પષ્ટ જણાયું હતું પોલીસની હાજરી હોવા છતાં પણ વાહનચાલકો આડેધડ પૂરઝડપે પસાર થતા નજરે ચડ્યા હતા વાહનચાલકો પોલિસનો સહેજ પણ ડર ના હોય તેમ મન ફાવે તેમ વાહન હંકારતા નજરે ચડ્યા હતા પોલીસ પણ બેફિકર થઈ અન્ય કામમા વ્યસ્ત જોવા મળી હતી. આ મામલે જિલ્લા પોલીસ વડા સત્વરે ઘટતાં પગલાં ભરે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.