Weather: ગુજરાતમાં આ દિવસથી ચાલુ થશે ગરમી!
હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં ગરમી ચાલુ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમયે તાપમાન ઘટશે. દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો અનુભવ થશે. 15થી 16 ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે. 15 ફેબ્રુઆરીથી ધીમી ગતિએ ગરમીની શરુઆત થઈ શકે છે. 19થી 22 ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે, તેથી ગરમી અનુભવાશે.
બીજી બાજુ દેશના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી એટલે કે પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 4-8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. જ્યારે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં 8થી 12 ડિગ્રી નોંધાયું છે.