ગુજરાતમાં કાલથી ફરી હવામાનપલ્ટો, કમોસમી વરસાદ થવાની શકયતા

ગુજરાત
ગુજરાત

નવા વર્ષ 2021ની શરુઆત થઈ છે ત્યારે વર્ષના પ્રથમ મનિમાં જ જાન્યુઆરી એકથી વધુ વખત ગુજરાતમાં કમોસમી વરસાદ- માવઠા થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. કાલે- બીજી જાન્યુઆરીથી જ હવામાન પલ્ટા સાથે બે દિવસ માવઠા વરસવાનું
કહેવાયું છે.
હવામાનખાતાના કહેવા પ્રમાણે ચાલુ જાન્યુઆરી મહિનામાં રાજયમાં વારંવાર હવામાન પલ્ટા સાથે હળવો કમોસમી વરસાદ-માવઠા થવાની શકયતા છે. તા.2 અને 3 જાન્યુઆરી બાદ ફરી વખત 11થી13 જાન્યુઆરી દરમ્યાન રાજયના વિવિધ ભાગોમાં માવઠા વરસી શકે છે. આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદ મુખ્યત્વે ઉતર તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં જ થવાની શકયતા છે.
હવામાનખાતાના કથન મુજબ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે ઉતર ભારતના પર્વતીય ભાગોમાં ભારે બરફવર્ષા થવાની શકયતા છે તેનો પ્રભાવ ગુજરાત સુધી વર્તાશે અને કાતિલ ઠંડી પડશે.
રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડી વચ્ચે કોલ્ડવેવની હાલત સર્જાઈ જ છે. આવતીકાલથી સામાન્ય રાહત મળી શકે છે. પરંતુ ફેબ્રુઆરી માસમાં વધુ કાતિલ ઠંડીનો દોર સર્જાવાની શકયતા છે. રાજયમાં એક ડઝનથી વધુ શહેરોમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં હોવાનું અત્રે ઉલ્લેખનીય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.