ફતેવાડી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, ઉભા પાકને નુકસાન
રાજ્યમાં માવઠાનાં કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જયારે બીજી તરફ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોનાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોનાં શિયાળું પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાણંદમાં નળકાંઠાના ખેડૂતોની ફતેવાડી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. જેનાં કારણે ખેડૂતનાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનાં જણાવ્યાં અનુસાર, જરૂર હોય ત્યારે તંત્ર દ્વારા કેનાલનું પાણી છોડવામાં આવતું નથી જેનાં કારણે પાકમાં પાણીની અછત સર્જાય છે. જયારે હવે પાણી છોડવામાં આવ્યું તો ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.