૫૬૧૦ મથકમાં આજે વોટિંગ, અમદાવાદની ૨૧ બેઠક માટે ૨૪૯ ઉમેદવાર

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પાંચમી બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદની ૨૧ બેઠકો માટે જિલ્લાના ૫૬૧૦ મતદાન મથકો પર વોટિંગ થશે.આ વખતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય,સ્ટેટ અને સ્થાનિક પાર્ટીઓ તેમજ અપક્ષ મળીને ૨૪૯ ઉમેદવારો મેદાને છે. જ્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે પ્રથમવાર ત્રીપાંખીયો જંગ થશે.અમદાવાદની ૨૧ બેઠકોમાં ગત ચૂંટણી કરતા વધુ બેઠકો કબ્જે કરવી એ ભાજપ માટે અને કોંગ્રેસ તેમજ આપ માટે પોતાની સ્થિતિને મજબૂત કરવી એ પડકાર છે ત્યારે ત્રણેય પાર્ટી માટે અમદાવાદનો જંગ આબરૃનો પ્રશ્ન છે.
બીજા તબક્કાની ચૂંટણી જે ૧૪ જિલ્લામાં થવાની છે તેમાંથી સૌથી મહત્વનો જીલ્લા તમામ રાજકીય પક્ષો માટે અમદાવાદ છે. અમદાવાદમા સૌથી વધુ ૨૧ બેઠકો છે અને અમદાવાદની બેઠકો કબ્જે કરવા માટે ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર છે.ઉપરાંત અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મેદાને છે અને અમદાવાદમાં ભાજપે મોટા ભાગની બેઠકોમાં નવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. અમદાવાદની ૨૧ બેઠકો માટે કુલ ૨૪૯ ઉમેદવારો મેદાને છે. જ્યારે છેલ્લી ફાઈનલ મતદાર યાદી મુજબ કુલ ૬૦૦૪૭૩૯ મતદારો છે.જેમાં પુરુષ મતદારો ૩૧૨૩૩૦૬, મહિલા મતદારો ૨૮૮૧૨૨૪ અને ટ્રાન્સજેન્ડર મતદારો ૨૦૯ છે. ૮૦થી વધુ ઉંમરના ૧.૩૧ લાખથી વધુ મતદારો છે.જેમાં ૯૦થી૯૯ વય વચ્ચેના ૧૮૪૪૪ અને ૧૦૦થી વધુ વર્ષના શતાયુ મતદારો ૧૫૦૦ જેટલા છે. જિલ્લાની ૨૧ બેઠકો માટે કુલ ૫૫૯૯ મતદાન મથકો ઉપરાંત ૧૧ પુરક મતદાન સહિત ૫૬૧૦ મથકો તેમજ ઈકો ફ્રેન્ડલી મથકો તૈયાર કરવામા આવ્યા છે. મહિલા મતદાતાઓને પ્રોત્સાહન માટે ૧૪૭ સખી મતદાન મથકો છે.
મતવિભાગમાં વોટિંગ પ્રક્રિયાની દેખરેખ માટે બેઠક દીઠ ૨૦ સહિત કુલ ૪૨૦ માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામા આવ્યા છે. કુલ ૨૮૨૭ મતદાન મથકોનું વેબકાસ્ટિંક કરવામાં આવશે. આચારસંહિતાના પાલનની કામગીરી અંતર્ગત આચારસંહિતા અમલના ભાગરૃપે ૬૨૦૯૮ જાહેર મિલકો અને ૩૭૩૯ ખાનગી મિલકતો પરથી પ્રચારસામગ્રી-બેનરો દૂર કરવામા આવ્યા છે. જ્યારે સી-વિજિલ એપ્લિકેશન પર ૧૧૩૮ ફરિયાદો મળી હતી જેમાંથી ૧૦૫૦ ફરિયાદોનો નિકાલ કરવામા આવ્યો છે. ટોલ ફ્રી નંબર પર ૧૫૮૨ ફરિયાદો મળી હતી જેમાંથી ૧૫૧૫ ફરિયાદોનો નિકાલ કરવામા આવ્યો છે. જિલ્લાની ૨૧ બેઠકોના ૫૫૯૯ મતદાન મથકો માટે ૯૭૦૦ ઈવીએમની વ્યવસ્થા કરાઈ છે.જો કે ઘણા ઈવીએમ રીઝર્વ રાખવામા આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.