છોટુ વસાવાની ‘ગૂગલી’માં ‘કોંગ્રેસ’ ક્લિન બોલ્ડ : ‘ભાજપ’નો વિજય

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ચાર બેઠકો માટે આજે સાંજે મતદાન પૂરુ થયા બાદ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા અને કેસરીસિંહ સોલંકીના વાટ સામે વાંધો ઉઠાવ્યો હતો. અને પરિણામ રોકી રાખવા માંગણી કરી હતી. આ તબક્કે ચૂંટણી પંચના સત્તાવાળાઓએ કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ હતુ. અલબત્ત જે રીતે મતદાન થયું છે તેમાં સ્પષ્ટ નિર્દેશ મળે છે કે ભાજપે ત્રણ બેઠકો મેળવી જ્યારે કોંગ્રેસે એક બેઠક ગુમાવી છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની રસાકસીભરી રીતે યોજાયેલી ચૂંટણીમાં નંબરગેમમાં કોંગ્રેસ કરતાં ભાજપ આગળ નિકળતાં ભાજપના તમામ ૩ ઉમેદવારો નરહરિ અમિન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજ વિજેતા થયા હતા. આ ત્રણેય ઉમેદવારોને ૩૬-૩૬ ફર્સ્ટ પ્રેફરન્સના વોટ મળ્યા છે તો બીટીપીના છોટુભાઇ વસાવા છેક છેલ્લી ઘડીએ મતદાનથી દૂર રહેતાં કોંગ્રેસની તરફેણમાં બે વોટ ઘટતાં કોંગ્રેસને એક બેઠક ગુમાવવી પડી હતી. આ ઉપરાંત નંબરગેમમાં ભાજપની સરળતા માટે કોંગ્રેસ ૮ ધારાસભ્યોએ રાજીનામા આપતાં કોંગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડી છે ભરતસિંહ સોલંકી હાર્યા છે અને કોંગ્રેસ જેમને રાજ્યસભામાં લઇ જવા માંગે છે તે શÂક્તસિંહ ગોહિલ જીત્યા હતા. પરિણામ પહેલાં સોલંકીએ મિડિયા સાથેની વાતચીચમાં પોતાની હાર સ્વીકારી લીધી હતી અને તે માટે ભાજપ પર દોષારોપણ કર્યું હતું. ખાસ કરીને વસાવાને મતદાન નહીં કરવા દેવા ભાજપે દબાણ કર્યોનો સોલંકીએ દાવો કર્યો હતો. ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, અપક્ષના ૧ અને એનસીપીના એક ધારાસભ્યે મતદાન કર્યું હતું. મતદાર એકંદરે શાંતિપૂર્ણ હતું.
પાંચ વાગ્યે રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી થવાની હતી. પણ તે સમયે કોંગ્રેસ દ્વારા ભાજપના બે ધારાસભ્યોના મત મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેસરીસિંહના મતને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ભૂપેન્દ્રસિંહની મેટર સબજ્યુડિશિયલ હોવાનો અને કેસરીસિંહની તબિયત નાદૂરસ્ત હોવાને કારણે તેઓનાં મત ન ગણવા સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.